ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે હોરર ફ્રેન્ચાઇઝી 1920 વિશે વાત કરી અને તેને "સ્ટાર" ગણાવી છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભટ્ટે જણાવ્યું હતું કે, "અમારી અત્યાર સુધીની સફર પડકારજનક પણ રોમાંચક રહી છે. તે પડકારજનક હતી, ખાસ કરીને આ મુશ્કેલ સમયમાં જ્યારે પ્રેક્ષકો થિયેટરોમાં આવતા નથી. આવા સમયમાં ફિલ્મ બનાવીને તેને લોકો સુધી પહોંચાડવી તે જ એક મોટી જીત છે. 1920 જે એક ફ્રેન્ચાઇઝી છે અને પોતે જ એક સ્ટાર છે. તેથી તેના સમર્થન વિના અમે અહીં સુધી પહોંચી શક્યા ન હોત."