રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના ભવ્ય લોન્ચિંગમાં પહોંચ્યા હતા. Jio વર્લ્ડ પ્લાઝાના રેડ કાર્પેટનું લોન્ચિંગ સેલિબ્રિટીઓ સાથે કરાયું હતું. સલમાન ખાન, કરીના કપૂર ખાન, ભૂમિ પેડનેકર, ખુશી કપૂર, રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ સહિત અન્ય લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.