કરિશ્મા કપૂર કપૂર પરિવારની પહેલી મહિલા હતી જેણે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. કરિશ્માએ 15 વર્ષની ઉંમરે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. કરિશ્માએ તેની બહેન કરીના કપૂર માટે માર્ગ મોકળો કર્યો, જેને કારણે તે દેશના સૌથી મોટી સ્ટાર્સમાંની એક બની છે. કરિશ્મા કપૂરના જન્મદિવસે સિટ વિથ હિટલિસ્ટ સિરીઝ ભાગ રૂપે મિડ-ડે સાથેના ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું કે કેવી રીતે કરિશ્માએ લિમિટ તોડીને બૉલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું.