ફિલ્મ નિર્માતા મધુ મન્ટેનાએ યોગ પ્રશિક્ષક અને લેખિકા ઇરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા. તેઓ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. મધુ મન્ટેનાએ અગાઉ ફેમસ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેઓ અલગ થઈ ગયા હતા. આમિર ખાન, હૃતિક રોશન, સબા આઝાદ, સારા અલી ખાન, રાજકુમાર રાવ, પત્રલેખા અને અન્ય બોલિવૂડ સ્ટાર્સે તેમના રિસેપ્શનમાં હાજરી આપી હતી.