ફિલ્મ મેકર હંસલ મહેતા અને તેમના દીકરા જય મહેતાએ મિડ-ડેની ‘ધ બોમ્બે’ ફિલ્મ સ્ટોરી પર અનુરાગ કશ્યપ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. પિતા-પુત્રની જોડીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાના પોતપોતાના અનુભવોને પણ યાદ કર્યા હતા. હંસલ મહેતાએ 90 ના દાયકાના બૉલિવૂડ અને તે દાયકામાં ફિલ્મો બનાવવાનો અર્થ શું હતો તેના બાબતે પણ મત વ્યક્ત કર્યો.