ગણેશ ચતુર્થી 2023નો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અભિનેતા સોનુ સૂદે ગણપતિ વિસર્જન કર્યું હતું. 5મા દિવસનું ગણેશ વિસર્જન 23 સપ્ટેમ્બર, 2023 શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયકાર સાથે અભિનેતા તેના પરિવાર અને મિત્રો સાથે ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લઈ જતા જોવા મળ્યો હતો.