19 સપ્ટેમ્બરના રોજ અંબાણી પરિવારે તેમના મુંબઈના ભવ્ય નિવાસસ્થાન `એન્ટિલિયા` ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ક્રિકેટ અને સિનેમાની દુનિયામાંથી નોંધપાત્ર વ્યક્તિઓ જોડાયા હતા. અભિનેતા શાહરૂખ ખાન અને તેના પરિવારે હાજરી આપી હતી. અભિનેતા રણવીર સિંહ દીપિકા પાદુકોણ પણ પરંપરાગત પોશાકમાં પહોંચ્યા હતા.