બી-ટાઉન સ્ટાર્સ ૨૮ જાન્યુઆરીના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે ૬૯ મા ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ ના રેડ કાર્પેટ પર બિરાજમાન થયા હતા. રણબીર કપૂર, અને રાજકુમાર રાવથી લઈને આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાને મેગા એવોર્ડ નાઈટમાં હાજરી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ ફિલ્મફેર એવોર્ડ નાઈટમાં હાજરી આપી હતી. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ પણ ૬૯ મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ માં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે જુલાઈ ૨૦૨૩ માં, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL)એ ૬૯મા ફિલ્મફેરનું આયોજન કરવા માટે વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (એ ટાઈમ્સ ગ્રુપ કંપની) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.