દિવાળી 2023: 7 નવેમ્બરના રોજ નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પહેલાની પાર્ટી એક સ્ટાર-સ્ટડેડ અફેર હતી જેમાં મોટી સંખ્યામાં સેલેબ્સ હાજર હતા. સલમાન ખાને પોતાની અનોખી સ્ટાઈલથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. આ પાર્ટીમાં સલમાનની `ટાઈગર 3`ની કો-સ્ટાર કેટરિના કૈફ પણ મિની માથુર સાથે આવી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવને પણ પાપારાઝી માટે સાથે પોઝ આપ્યા હતા. નુસરત ભરુચા, પૂજા હેગડે, વિદ્યા બાલન સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા.