અજય દેવગન અને તબુએ ગુરુવારે તેમની આગામી ફિલ્મ `ઔરોં મેં કહાં દમ થા`નું ટ્રેલર રિલીઝ કર્યું હતું. કલાકારો સાથે નિર્દેશક નીરજ પાંડે, અભિનેતા જિમી શેરગિલ અને સંગીતકાર એમ. એમ. કીરવાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ટીમે ફિલ્મમાં પ્રસ્તુત મેચ્યોર લવ સ્ટોરી અને બદલાતા સિનેમા વિશે વાત કરી હતી. મુખ્ય કલાકારોએ આ કાર્યક્રમમાં થોડી ફન મોમેન્ટ પણ એન્જૉય કરી.