મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રી અદા શર્માએ તેની આગામી ફિલ્મ “બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી” વિશે વાત કરી. આ ફિલ્મમાં નક્સલવાદીઓ દ્વારા CRPF જવાનોની હત્યાના ભયાવહ શોટ્સ છે અને JNU વિદ્યાર્થીઓને જવાનોના મૃત્યુની ઉજવણી કરતા દર્શાવતા દ્રશ્યો પણ છે. પોતાની ફિલ્મ વિશે વાત કરતા અદા શર્માએ કહ્યું કે, “અમે મુક્તપણે ફરી શકીએ છીએ કારણ કે અમારા જવાન અમારી સુરક્ષા કરી રહ્યા છે." આ ફિલ્મ ૧૫મી માર્ચે સિનેમાઘરોમાં આવવાની છે.