સુદીપ્તો સેનની ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર અણનમ રહી છે. થિયેટરમાં રિલીઝ થયાના 9 દિવસમાં જ આ ફિલ્મ રૂ. 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ પર વિવાદ પણ ઘણો થયો છે. જોકે ફિલ્મની કમાણી જોઈને લાગે છે કે લોકો ફિલ્મને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. એવામાં અભિનેત્રી અદા શર્માએ ફિલ્મની સફળતા વિશે વાત કરતા કહ્યું કે તેને આશા નહોતી કે ફિલ્મ આટલું સારું પ્રદર્શન કરશે.