અભિનેતા પ્રતિક ગાંધી અને દર્શન જરીવાલાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમની મહાત્મા ગાંધીની ભૂમિકા વિશે વાત કરી હતી. પ્રતિક ગાંધી પાસે જરીવાલા માટે કેટલાક રસપ્રદ અવલોકનો અને પ્રશ્નો હતા, જેમણે તેમની ફિલ્મ `ગાંધી માય ફાધર`માં પહેલા સ્ક્રીન પર મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. દર્શન જરીવાલાએ જ્યારે સ્ક્રીન પર મહાત્મા ગાંધીનો રોલ કર્યો ત્યારે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક વજન પણ ગુમાવવાના તેમના અનુભવો શૅર કર્યા. પ્રતિક ગાંધીએ એક કલાકથી વધુ ચાલેલા એકપાત્રી નાટક માટે સ્ટેજ પર યુવાન મોહનદાસની ભૂમિકા ભજવી ત્યારે તેઓએ અનુભવેલ ક્ષણો વિશે વાત કરી હતી.