કરણ દેઓલે 18મી જૂન, 2023ની સવારે ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા હતા. અને સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં સલમાન ખાન કાળા સૂટમાં આવ્યો હતો અને સેલેબ્રેશનમાં જોડાતા પહેલા પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આમિર ખાન રિસેપ્શનમાં જીન્સ અને બેજ કુર્તા પહેર્યો હતો. જેકી શ્રોફ કાળા બંધગાલા અને તેમની ટ્રેડમાર્ક ટોપી પહેરીને રિસેપ્શનમાં જોડાયા હતા. શત્રુઘ્ન સિન્હાએ તેમના પુત્ર લવ અને કરણના દાદા, પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સાથે જોડાઈને પોઝ આપ્યો હતો. બોબી દેઓલ પત્ની તાન્યા અને પુત્ર આર્યમન સાથે હાજરી આપી હતી. હજી કોણે હાજરી આપી તે જાણવા માટે વિડિયો જુઓ!