સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ સ્ટારર આઇકોનિક ફિલ્મ `ખલનાયક` 5 સપ્ટેમ્બરે ફિલ્મના 30 વર્ષની ઉજવણી નિમિત્તે થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. દિગ્દર્શક સુભાષ ઘાઈ, બલરામ પ્રસાદ ઉર્ફે સંજય દત્ત, રામ કુમાર સિન્હા ઉર્ફે જેકી શ્રોફ ફિલ્મના સ્ક્રીનિંગ માટે ફરી ભેગા થયા હતા. `ચોલી કે પીછે ક્યા હૈ`ના સિંગર્સ લા અરુણ અને અલ્કા યાજ્ઞિકે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.