ઝોયા અખ્તરે ગઈ કાલે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સીક્વલની હિન્ટ આપી હોય એવું લાગી રહ્યું છે.
જોયા અખ્તર
ઝોયા અખ્તરે ગઈ કાલે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સીક્વલની હિન્ટ આપી હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મને ગઈ કાલે દસ વર્ષ થયા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્લુ કારનો ફોટો શેર કર્યો હતો જેનો સમાવેશ ફિલ્મમાં કરવામાં આવ્યો હતો. આ સાથે ઝોયાએ જે કેપ્શન આપી હતી એ ફિલ્મની હિન્ટ જેવી લાગી હતી. ઝોયાએ કેપ્શન આપી હતી કે ‘કારને ફરી કાઢવાનો સમય થઈ ગયો છે. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ને દસ વર્ષ થયા છે. સમય બહુ જલદી પસાર થઈ ગયો છે. બેસ્ટ કાસ્ટ અને ક્રૂનો હું આભાર માનું છું.’