ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ધ આર્ચીઝ’ સાત ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.
ફિલ્મ પોસ્ટર
ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ધ આર્ચીઝ’ સાત ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની સાથે ડોટ, મિહિર આહુજા, વેદાંગ રૈના અને યુવરાજ મેન્દા તેમના ઍક્ટિંગ ડેબ્યુ કરી રહ્યાં છે. આ એક મ્યુઝિકલ ફિલ્મ છે જેમાં ૧૯૬૦ના દાયકાની ફ્રેન્ડશિપ, ફ્રીડમ, લવ, હાર્ટ બ્રેક અને રેબેલિયનને દેખાડવામાં આવશે. આ ફિલ્મની રિલીઝ ડેટ મુંબઈના વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર ગઈ કાલે બિલબોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ બિલબોર્ડ પર ફિલ્મની રિલીઝને સો દિવસ બાકી છે એ કાઉન્ટડાઉન ટાઇમર પણ લાગ્યું છે.