કોણે કહ્યું કે આન્ટી અપમાનજનક શબ્દ છે એવો સવાલ કરતાં ઝીનત અમાને કહ્યું...
ઝીનત અમાન
સામાન્ય રીતે કોઈ મહિલાને તમે આન્ટી કહો તો એ તેને ગમતું નથી, આ શબ્દ તેને અપમાનજનક લાગે છે. જોકે ૭૨ વર્ષનાં ઝીનત અમાનને આન્ટી કહેવડાવવામાં કોઈ વાંધો નથી. તાજેતરમાં જ Aunty લખેલા ટી-શર્ટવાળો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઝીનતે સવાલ કર્યો કે કયા જિનીયસે નક્કી કર્યું કે ‘આન્ટી’ અપમાનજનક શબ્દ છે?
આપણી લાઇફને કમ્ફર્ટેબલ, હૂંફાળી અને સુરક્ષિત રાખતી મોટી ઉંમરની સર્વવ્યાપી મહિલાઓ વગર આપણે ક્યાં હોત એવો સવાલ કરતાં ઝીનત કહે છે, ‘ઇન્ડિયન આન્ટી બધે જ છે અને તે તમારી સંબંધી હોય એ જરૂરી નથી. તે તમને સધિયારા માટે ખભો આપે છે, તમારી સમસ્યાઓ સાંભળવા હાજર હોય છે, તમને ગરમ ખાવાનું આપે છે, આવકારદાયક ઘર આપે છે, ઉચિત ઠપકો આપે છે અને સમજણ પણ આપે છે.’
ADVERTISEMENT
હું એક આન્ટી છું અને એનો મને ગર્વ છે, ઝીનત કહે છે.