આલિયા ભટ્ટે કહ્યુ કે ‘મેં ચાર કરતાં વધુ વર્ષ બાદ પર્ફોર્મ કર્યું હતું.
રશ્મિકા અને આલિયાએ મચાવી ધમાલ
રશ્મિકા મંદાના અને આલિયા ભટ્ટે હાલમાં જ અવૉર્ડ્સ શોમાં પર્ફોર્મન્સ કરીને ધમાલ મચાવી હતી. રશ્મિકાને તેના પર્ફોર્મન્સ માટે પણ લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. તે પહેલી વાર બૉલીવુડમાં એટલે કે ઝી સિને અવૉર્ડ્સ ૨૦૨૩માં પર્ફોર્મ કરતી જોવા મળી હતી. તેણે ‘શ્રીવલ્લી’, ‘માઇન્ડ બ્લૉક’, ‘રંજિતથીમ’ અને ‘સામી સામી’ પર પર્ફોર્મ કર્યું હતું. તેનો આ પર્ફોર્મન્સ અઢાર માર્ચે ટીવી પર જોવા મળશે. આ વિશે રશ્મિકાએ કહ્યુ કે ‘મેં પહેલી વાર ઝી સિને અવૉર્ડ્સમાં હાજરી આપી છે અને મને ખૂબ જ મજા આવી હતી. હું મારી સાથે ઘણી યાદોને લઈને જઈ રહી છું. મારા માટે આ ખૂબ જ સ્પેશ્યલ રાત હતી. મને આ માટે દર્શકોનો ખૂબ જ પ્રેમ પણ મળ્યો છે.’
‘કેસરિયા’, ‘નાચો નાચો’ અને ‘ઢોલીડા’ પર પર્ફોર્મ કરનાર આલિયા ભટ્ટે કહ્યુ કે ‘મેં ચાર કરતાં વધુ વર્ષ બાદ પર્ફોર્મ કર્યું હતું. મેં છેલ્લે જ્યારે પર્ફોર્મ કર્યું ત્યારે પણ મેં ઝી સિને અવૉર્ડ્સમાં જ પર્ફોર્મ કર્યું હતું. આથી મારા માટે આ ફરી ઘરે આવવા બરાબર હતું. ઘણા લાંબા સમય બાદ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહી હોવાથી હું ખૂબ જ નર્વસ હતી. જોકે દર્શકો તરફથી જે પ્રેમ અને એનર્જી મળ્યાં એના કારણે બધું સરળ થઈ ગયું હતું.’