Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તામિલ હૉરર ‘નાગ ભૈરવ’માં ડબલ રોલમાં દેખાશે ઝરીન

તામિલ હૉરર ‘નાગ ભૈરવ’માં ડબલ રોલમાં દેખાશે ઝરીન

Published : 28 October, 2022 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝરીને ‘વીર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

ઝરીન ખાન

ઝરીન ખાન


ઝરીન ખાન તામિલ હૉરર ‘નાગ ભૈરવ’માં ડબલ રોલ અને સ્ટન્ટ કરતી દેખાશે. ઝરીને ‘વીર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તેણે ‘હાઉસફુલ 2’ અને ‘હેટ સ્ટોરી 3’માં કામ કર્યું હતું. હિન્દીની સાથે જ તે પંજાબી અને તેલુગુ ફિલ્મમાં પણ દેખાઈ હતી. હવે તામિલ હૉરર-થ્રિલર ‘નાગ ભૈરવ’ અન્ય ભાષાઓની સાથે હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે ઝરીને કહ્યું કે ‘આ ફિલ્મનું શૂટિંગ કરતી વખતે મને એહસાસ થયો કે મને એ બધું જ કરવાની તક મળી છે જેની મને ઇચ્છા હતી. હજી એક શેડ્યુલ બાકી છે એને અમે નવેમ્બરમાં શૂટ કરીશું.’


આ ફિલ્મમાં તે દિલધડક ઍક્શન કરતી પણ દેખાશે. એ વિશે ઝરીને કહ્યું કે ‘મેં કેટલાય સ્ટન્ટ્સ જાતે જ કર્યા છે. એ એક્સાઇટિંગ હતા અને એના શૂટિંગ દરમ્યાન મને ઈજા પણ થઈ હતી. જોકે મારા જોશમાં કોઈ ઘટાડો આવ્યો નહીં. હવે હું વધુ ઍક્શનવાળા રોલ કરી શકીશ. વર્તમાનમાં ફીમેલ ઍક્ટર્સને તેમના કામને કારણે ખરી ઓળખ મળી છે ત્યારે મને એ વાતની ખુશી છે કે મને પણ એવો રોલ મળ્યો છે જેમાં હું માત્ર શોભાના પૂતળા સમાન નથી.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2022 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK