સદ્ગત તબલા ઉસ્તાદ ઝાકિર હુસેન એક વાર અમિતાભ બચ્ચનને હરાવીને ‘સેક્સીએસ્ટ મૅન’નો ખિતાબ જીત્યા હતા. આ વાત ૧૯૯૪ની છે.
ઝાકિર હુસેન, અમિતાભ બચ્ચન
સદ્ગત તબલા ઉસ્તાદ ઝાકિર હુસેન એક વાર અમિતાભ બચ્ચનને હરાવીને ‘સેક્સીએસ્ટ મૅન’નો ખિતાબ જીત્યા હતા. આ વાત ૧૯૯૪ની છે. ‘જેન્ટલમૅન’ નામના એક અંગ્રેજી મૅગેઝિને પોતાની મહિલા વાચકો પાસેથી અભિપ્રાય માગ્યા હતા, જેમાં સૌથી વધુ વોટ ઝાકિર હુસેનને મળ્યા હતા. આ સ્પર્ધામાં ઝાકિર હુસેન સામે અમિતાભ બચ્ચન ઉપરાંત બીજા પણ ઘણા હતા, પરંતુ વિજય ઝાકિર હુસેનનો થયો હતો અને એનાથી મૅગેઝિનના સ્ટાફને પણ આશ્ચર્ય થયેલું.