Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકાએ મને ડૉક્ટરનું નામ સૂચવ્યું હતું અને શાહરુખ, અક્ષયકુમાર મને સતત સપોર્ટ કરતા હતા : હની સિંહ

દીપિકાએ મને ડૉક્ટરનું નામ સૂચવ્યું હતું અને શાહરુખ, અક્ષયકુમાર મને સતત સપોર્ટ કરતા હતા : હની સિંહ

Published : 17 January, 2023 04:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હની સિંહની તબિયત ખરાબ થતાં તે ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયો હતો. સાથે જ તેની પર્સનલ લાઇફમાં પણ ઘણી બધી તકલીફ હતી

યો યો હની સિંહ

યો યો હની સિંહ


હની સિંહે જણાવ્યું કે મારી મેન્ટલ હેલ્થની માહિતી મળતાં દીપિકા પાદુકોણે મને ડૉક્ટરનું નામ સૂચવ્યું હતું અને સાથે જ અક્ષયકુમાર અને શાહરુખ ખાને મને સતત સપોર્ટ કર્યો હતો. હની સિંહની તબિયત ખરાબ થતાં તે ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયો હતો. સાથે જ તેની પર્સનલ લાઇફમાં પણ ઘણી બધી તકલીફ હતી. હવે એ બધામાંથી બહાર આવીને તેણે નવેસરથી લાઇફની શરૂઆત કરી છે. હની સિંહ હાલમાં ઍક્ટ્રેસ ટીના થડાની સાથે રિલેશનમાં છે. પોતાની બીમારી વિશે હની સિંહે કહ્યું કે ‘સૌએ ખૂબ સપોર્ટ કર્યો. મારી તબિયત જ્યારે ખૂબ ખરાબ થઈ ત્યારે મને સમજ નહોતી પડતી કે કયા ડૉક્ટર પાસે જાઉં. દીપિકાને આવી કોઈ તકલીફ નહોતી, પરંતુ તેને લાગ્યું કે કદાચ તેના જેવી તકલીફ છે. મારી સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી હતી. દીપિકાએ દિલ્હીના એક ડૉક્ટરનું નામ મારી ​ફૅમિલીને સૂચવ્યું. તેમની પાસે હું ગયો.’


આ પણ વાંચો :  કમબૅક માટે સલમાન અને અક્ષયકુમારનો આભાર માન્યો હની સિંહે



પોતાની બીમારીમાં લોકોએ કરેલા સપોર્ટ વિશે હની સિંહે કહ્યું કે ‘શાહરુખભાઈએ ખૂબ સપોર્ટ કર્યો હતો. અક્ષયપાજીના ફોન આવતા હતા. હું ફોન પર પણ વાત નહોતો કરતો, પાંચ વર્ષ સુધી મેં ફોન પર વાત નહોતી કરી, ૩ વર્ષ મેં ટીવી જોયું નહીં. જે સમાચાર આવતા હતા એ મને ટ્રિગર કરતા હતા. 


તેણે હવે અક્ષયકુમારની ‘સેલ્ફી’માં ગીત ગાયાં છે અને સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માટે પણ તે ગીતનું શૂટિંગ કરવાનો છે. કામ વિશે હની સિંહે કહ્યું કે ‘મને કામ સાથે કોઈ લેવા-દેવા નથી. મજૂર વ્યક્તિ છું. ફરીથી પોતાને બેઠો કરી લઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK