Yeh Rishta Kya Kehlata Hai અને શૉ છોડવા અંગે હિના ખાને કહી આ વાત...
તસવીર સૌજન્ય મિડ-ડે
સ્ટાર પ્લસના સુપરહિટ શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ દ્વારા ચાહકોમાં લોકપ્રિય થનારી અભિનેત્રી હિના ખાને તાજેતરમાં જ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂરા કર્યા છે. આ અવસરે સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ પોતાની તસવીર શૅર કરી હતી, જેમાં તે કેક સાથે જોવા મલી રહી છે. આ તસવીર પર હિનાએ કૅપ્શનમાં લખ્યું છે હિના કે બેમિસાલ 12 સાલ. આમ તો હિના ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શૅર કરતી જોવા મળે છે, જેને ચાહકોનો ખૂબ જ પ્રેમ મળે છે. એક ઇન્ટરવ્યૂમાં હિનાએ જણાવ્યું કે તેણે જ્યારે પોતાનો હિટ શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શૉ છોડ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે 'ફરી જન્મ લઈ રહી છે.'
હિનાએ જણાવ્યું કે તે આઠ વર્ષથી પોતાના સેટ પરથી શૂટ કરીને પાછી ફરતી અને તે દિવસો દરમિયાન તેને ફેશન પ્રત્યે ખાસ રસરૂચિ નહોતી, તેણે જણાવ્યું કે તે પોતાના પાત્રમાં સંપૂર્ણપણે ઢળી ગઈ હતી. ફેશન વિશે અભિનેત્રીએ જણાવ્યું કે ખબર જ નહોતી કે બહાર શું ચાલી રહ્યું છે. શૉ છોડ્યા પછી એવું લાગી રહ્યું હતું કે તેણે ફરી જન્મ લીધો છે. એક્ટ્રેસે ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું કે તેણે પોતાને વિશ્વ પ્રમાણે ફરી ઢાળવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે સમયની સાથે લોકોનો દ્રષ્ટિકોણ પણ બદલાય છે. હવે તે પણ સમજી ગઈ છે કે સેલિબ્રિટીઝને જમાના સાથે બદલાવું પણ જરૂરી છે.
ADVERTISEMENT
View this post on Instagram
બિગ બૉસનો પણ ભાગ રહી ચૂકી છે હિના ખાન
હિના બિગ બૉસ 11નો ભાગ રહી ચૂકી છે, ત્યાર પછી તે આ વર્ષે સીઝન 14માં તે સિદ્ધાર્ત શુક્લા અને ગોહર ખાન સાથે તોફાની સીનિયર તરીકે જોવા મળી હતી. ગયા વર્ષે એક્ટ્રેસની ફિલ્મ હેક્ડ રિલીઝ કરવામાં આવી હતી. 'કસોટી ઝીંદગી કે'ની કમોલિકાના પાત્રમાં પણ અભિનેત્રીએ પોતાની ઍક્ટિંગથી લોકોને પોતાના ફૅન બનાવી દીધા હતા. હિના ખાનને લોકપ્રિયતા 2009માં શરૂ થયેલા શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હે દ્વારા મળી હતી. શૉમાં દેખાત અક્ષરા એટલે કે હિના ખાન અને નૈતિક એટલે કરણ મેહરાની જોડી ખૂબ જ લોકપ્રિય બની હતી.

