Year-Ender2020:સેલેબ્સ જેમણે જાહેર કરી પ્રેગ્નેન્સી અને બન્યા પેરેન્ટ્સ
તસવીર સૌજન્ય યોગેન શાહ ફાઇલ ફોટો
કોરોનાવાયરસ લૉકડાઉનને કારણે અનેક લોકોની મોટી મોટી ગોઠવણો પર પાણી ફરી વળ્યું, તેમ છતાં ઘણાં એવા સેલિબ્રિટીઝ પણ રહ્યા જેમણે લૉકડાઉન છતાં પોતાના આનંદમાં ક્યાંય ઉણપ આણી નથી. કોરોનાને કારણે સંપૂર્ણ નિરાશા અને હતાશાના માહોલમાં પણ કેટલાક સેલિબ્રિટીઝે પોતાની પ્રેગ્નેન્સી જાહેર કરી તો કેટલાક માતાપિતા બન્યા.
View this post on Instagram
ADVERTISEMENT
ગલી બૉય એક્ટ્રેસ કલ્કી કેક્લાંએ પોતાની પ્રેગ્નેન્સી સપ્ટેમ્બર 2019માં જાહેર કરી હતી અને તેણે દીકરી સોફોને 7 ફેબ્રુઆરી, 2020ના રોજ જન્મ આપ્યો. અભિનેત્રીએ પોતાની દીકરીની તસવીર બૉયફ્રેન્ડ હર્ષબર્ગ સાથે શૅર કરી હતી.
View this post on Instagram
અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા અને તેના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાએ સરોગસી દ્વારા 15 ફેબ્રુઆરી 2020ના રોજ દીકરીને સમીશાને આવકારી. શિલ્પા અને રાજને પહેલા એક દીકરો વિવાન છે જેનો જન્મ 2012માં થયો હતો.
View this post on Instagram
ક્વીન એક્ટ્રેસ લીઝા હેઇડન અને તેના આંત્રોપ્રિન્યોર પતિ ડિનો લાલવાની બીજીવાર પુત્રના પેરેન્ટ્સ બન્યાં. કપલે બીજા પુત્રનું નામ લીઓ રાખ્યું અને 2016માં જન્મેલા બાળકનું નામ ઝેક રાખ્યું છે.
View this post on Instagram
સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને તેનો ક્રિકેટર પતિ હાર્દિક પાંડ્યાએ જાન્યુઆરીમાં પોતાની સગાઇની જાહેરાતથી બધાંને ચોંકાવી દીધા હતા. પરંતુ આ કરતા પણ બધાને અચંબામાં મૂકવા જેવી બાબત તો ત્યારે થઈ જ્યારે કપલે જાહેર કર્યું નતાશા પ્રેગ્નેન્ટ છે. 30 જુલાઇ, 2020ના રોજ નતાશાએ અગસ્ત્યને જન્મ આપ્યો.
View this post on Instagram
બૉલીવુડ સ્વીટહાર્ટ કહેવાતી અમૃતા રાઓએ આ વર્ષે નવેમ્બરમાં દીકરા વીરને જન્મ આપ્યો. અમૃતાની પ્રેગ્નેન્સી ચાહકો માટે સર્પ્રાઇઝ રહી.
View this post on Instagram
પોતાને ચાર્લી કહેતા કરણવીર બોહરાની દીકરીઓ તેની માટે એન્જલ્સ છે. કરણવીર બોહરાના ઘરે 21 ડિસેમ્બર 2020ના રોજ ત્રીજી દીકરીનો જન્મ થયો.
View this post on Instagram
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઑગસ્ટમાં જાહેરાત કરી કે તેમના ઘરે નાના મહેમાનનું આગમન થવાનું છે આ વિશે વધુ જણાવતાં બન્નેએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી તે તેમના ઘરે જાન્યુઆરી 2021માં તેઓ પોતાના પરિવારમાં એક નવા સભ્યનું સ્વાગત કરવા માટે આતુર છે.
View this post on Instagram
તૈમૂરના જન્મ પછી કરીના કપૂરે પણ પોતાની પ્રેગ્નેન્સી જાહેર કરી. કરીનાનું બીજું બાળક પણ જાન્યુઆરી 2021માં થાય તેવી શક્યતા છે.
View this post on Instagram
ટેલીવિઝન એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ પણ પોતાની પ્રેગ્નેન્સી જાહેર કરી છે. 2021માં તેમના ઘરે પણ નાના બાળકની કિલકારીઓ ગુંજતી સાંભળવા મળશે.
આ બધાં જ કપલ્સને ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ વિશીઝ.

