આ ફિલ્મને આદિત્ય ધર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને આદિત્ય સુહાસ જાંભલે દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે એવી ચર્ચા છે.
યામી ગૌતમ
યામી ગૌતમ તેના પતિ આદિત્ય ધર સાથે ફરી કામ કરવા જઈ રહી છે. તેઓ પૉલિટિકલ થ્રિલર પર કામ કરી રહ્યા હોવાની ચર્ચા છે. આ તેમની ત્રીજી ફિલ્મ છે. તેમણે અગાઉ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘ધૂમધામ’માં કામ કર્યું હતું. આ ફિલ્મને આદિત્ય ધર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને આદિત્ય સુહાસ જાંભલે દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે એવી ચર્ચા છે. આદિત્યએ અગાઉ ‘આબા એકતાયના?’, ‘ખારવાસ’ અને ‘અમ્રિતસર જંક્શન’ જેવી શૉર્ટ ફિલ્મોને ડિરેક્ટ કરી છે. આ માટે તેને બે વાર નૅશનલ અવૉર્ડ પણ મળી ચૂક્યો છે. આ ફિલ્મને જિયો સિનેમા પર રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે. આદિત્ય ધરે આ ફિલ્મની સ્ક્રિપ્ટ યામીને કહી હતી અને તેણે તરત જ એ ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં દિલ્હી અને કાશ્મીરમાં કરવામાં આવશે. આ માટે હજી ઑફિશ્યલ જાહેરાત કરવાની બાકી છે.