કોની બાયોપિકમાં કામ કરવું છે એ વિશે પૂછતાં યામીએ કહ્યુ કે ‘સૌથી સુંદર મધુબાલાજીની
યામી ગૌતમ
યામી ગૌતમ ધરની ઇચ્છા છે કે તેને મધુબાલાની બાયોપિકમાં કામ કરવું છે. કોની બાયોપિકમાં કામ કરવું છે એ વિશે પૂછતાં યામીએ કહ્યુ કે ‘સૌથી સુંદર મધુબાલાજીની. મારા ધ્યાનમાં છે કે આ વિશે કેટલીક ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હું એ ફિલ્મોને ધ્યાનમાં રાખીને નથી કહી રહી. મારા મેકઅપ રૂમમાં પણ મેં આ વિશે ઘણી વાર કહ્યું છે, કારણ કે ઘણી વાર રાતે હું તેમનાં ગીતો જોઉં છું. આજ સુધી મારી આ હૅબિટ રહી છે. હું કાં તો જૂનાં ગીત સાંભળું છું અથવા તો જૂના ઇન્ટરવ્યુ જોઉં છું. મધુબાલાજીથી લઈને સ્મિતાજીના ઇન્ટરવ્યુ જોઉં છું. તેઓ ખૂબ જ સારી રીતે વાતો કરતાં હતાં. કાશ, તેમનામાંથી કોઈ આજે જીવિત હોત. તેમની પાસેથી ઘણું જોવાનું બાકી રહી ગયું છે. કાશ, આજે મધુબાલા આપણી સાથે હોત, કારણ કે તેઓ મારાં ફેવરિટ છે.’