આ ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધર, લોકેશ ધર અને જ્યોતિ દેશપાંડેએ પ્રોડ્યુસ કરી છે. આ એક ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે.
યામી ગૌતમ ધર
યામી ગૌતમ ધર અને પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ધૂમ ધામ’ જિયો સિનેમા પર રિલીઝ થાય એવી શક્યતા છે. આ ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધર, લોકેશ ધર અને જ્યોતિ દેશપાંડેએ પ્રોડ્યુસ કરી છે. આ એક ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે. ‘બાલા’ બાદ યામી આ કૉમેડી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મનું અગાઉ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું અને લોકોએ એની ખૂબ પ્રશંસા કરી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ઘણા સમય બાદ લોકોને તરોતાજા, મજેદાર, સારી કન્ટેન્ટવાળી ફિલ્મ જોવા મળશે. મેકર્સને પૂરો વિશ્વાસ છે કે સ્ક્રીનિંગ બાદ તેમણે લોકોનાં દિલ જીતી લીધાં છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની તારીખ હજી સુધી જાહેર નથી કરવામાં આવી.

