રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરવું સપના જેવું છે : જૅકલિન
રણવીર અને જૅકલિન
જૅકલિન ફર્નાન્ડિસનું કહેવું છે કે રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરવું એક સપના જેવું છે. જૅકલિને હાલમાં જ સૈફ અલી ખાન સાથેની ‘ભૂત પોલીસ’નું શૂટિંગ પૂરું કર્યું છે અને તે હવે રોહિત શેટ્ટીની ‘સર્કસ’નું શૂટિંગ કરી રહી છે. તે પહેલી વાર રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. આ વિશે વાત કરતાં જૅકલિને કહ્યું હતું કે ‘રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરવાનું મારું સપનું હોવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું. કૅમેરા જ્યારે શરૂ થાય ત્યારે અમે બન્ને ખૂબ જ જુદા મૂડમાં આવી જઈએ છીએ. અમે ખૂબ જ સારી રીતે વર્તન કરીએ છીએ અને કામમાં એકદમ ફોકસ્ડ હોઈએ છીએ. આથી રોહિતને અમારી પાસેથી કોઈ ફરિયાદ નથી હોતી. જોકે હું પહેલા શૉટ દરમ્યાન થોડી નર્વસ થઈ ગઈ હતી.’
પૅન્ડેમિક દરમ્યાન રણવીર બન્યો નવ બ્રૅન્ડનો ઍમ્બૅસૅડર
ADVERTISEMENT
રણવીર સિંહ પાસે અત્યારે ઘણીબધી બ્રૅન્ડની ઑફર આવી રહી છે. આ પૅન્ડેમિક દરમ્યાન તે ટોટલ નવ બ્રૅન્ડનો ઍમ્બૅસૅડર બન્યો છે. તેણે એક બ્રૅન્ડ પાસે સાતથી ૧૨ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આટલી મોટી રકમ પણ તેને લૉકડાઉન દરમ્યાન મળવી ખૂબ જ મોટી વાત છે અને એ પણ નવ બ્રૅન્ડ પાસેથી. તેની પાસે અત્યારે ટોટલ ૩૪ બ્રૅન્ડ છે. રણવીરની અત્યારે ‘૮૩’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ આવી રહી છે. આ ફિલ્મોને કારણે પણ તે ખૂબ જ ચર્ચામાં રહે છે અને યુવાનોમાં પણ તે ઘણો ફેમસ હોવાથી તેને નવી-નવી બ્રૅન્ડની ઑફર મળતી રહી છે.

