વર્કિંગ મોડ ઑન
વર્કિંગ મોડ ઑન
અમિતાભ બચ્ચન અને અજય દેવગને ‘મે ડે’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં ઍક્ટિંગ કરવાની સાથે અજય દેવગન એને ડિરેક્ટ પણ કરી રહ્યો છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ લીડ રોલમાં દેખાવાની છે. સેટ પરના જે ફોટો વાઇરલ થયા છે એમાં અમિતાભ બચ્ચને સૂટ પહેર્યો છે અને તેમના હાથમાં ફાઇલ દેખાઈ રહી છે. તો બીજી તરફ પાઇલટનો રોલ ભજવતો અજય પણ તેના અવતારમાં દેખાયો હતો. આ બન્ને એકબીજાની સામે સીડીઓ પર ઊભા છે. તેમની આસપાસ ફિલ્મની ટીમ પીપીઈ કિટ્સ પહેરીને ઊભી છે. અમિતાભ બચ્ચન અને અજય દેવગન સીન માટે પૂરી રીતે સજ્જ થઈ ગયા છે.
સારા ફ્રેન્ડ્સની વ્યાખ્યા જણાવી અમિતાભ બચ્ચને
ADVERTISEMENT
અમિતાભ બચ્ચને સારા ફ્રેન્ડ્સની વ્યાખ્યા જણાવી છે. તેઓ સોશ્યલ મીડિયામાં ઉપદેશ, જીવનનું મૂલ્ય અને બોધપાઠની વાતો પોતાના ફૅન્સ સાથે શૅર કરતા રહે છે. સારા મિત્રોની સરખામણી તેમણે સફેદ રંગ સાથે કરી છે. એ સંદર્ભે ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘સારા મિત્રો સફેદ રંગ જેવા હોય છે, સફેદમાં કોઈ પણ રંગ ભેળવો તો નવો રંગ બની જાય છે. જોકે દુનિયાના બધા રંગોને મેળવીને સફેદ રંગ નથી બનાવી શકાતો.’

