‘પૉલિટિક્સમાં મહિલાઓને સહેલાઈથી ટાર્ગેટ બનાવવામાં આવે છે’
ઉર્મિલા માતોંડકર
ઊર્મિલા માતોન્ડકરનું કહેવું છે કે રાજકારણમાં મહિલાઓને સહેલાઈથી ટાર્ગેટ કરવામાં આવે છે. આ વાતની માહિતી તેણે એક વર્ચ્યુઅલ સેશન દરમ્યાન આપી હતી. એ વિશે વધુ જણાવતાં તાજેતરમાં જ શિવસેનામાં સામેલ થનાર ઊર્મિલાએ કહ્યું હતું કે ‘ઠીક ફિલ્મ કરીઅરની જેમ જ હું જાણતી હતી કે આ થોડું અઘરું છે. આ એક ઝેરથી ભરેલું ક્ષેત્ર છે. દરેક માટે આ એક ભયાવહ સ્થાન બની ગયું છે કે કંઈ સરપ્રાઇઝ નહીં લાગે. મહિલાઓને તો સરળતાથી નિશાન બનાવવામાં આવે છે. એનાં દરેક પરિમાણ પર ધ્યાન આપવું જરૂરી છે. આપણને એ જાણવું અગત્યનું રહેશે કે ટીકાકારો ક્યાંથી પ્રહાર કરવાના છે. અમારું ગ્લેમરને સંબંધિત કરીઅર હતું કે જેમાં અનેક પ્રકારના રોલ્સ કર્યા હતા. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આટલાં વર્ષો કામ કર્યાં બાદ હું એ વાતથી સહમત નથી કે તમે જો ચોક્કસ પ્રકારનો રોલ કરો તો જ તમારી છાપ સારા ઍક્ટર અથવા તો ગ્લેમર ક્વીન તરીકેની થશે. એક સમય બાદ આ બધા ટૅગ્સ કોઈ મહત્ત્વ નથી રાખતા. એથી હું એને મારા પર હાવી નથી થવા દેતી. લોકો તો તમારી નિંદા કરવાના જ છે, પરંતુ તમારે તમારા કામ પર જ ધ્યાન આપીને બેસ્ટ આપો અને બેસ્ટની જ અપેક્ષા રાખો.’
મારા પતિને લોકો આતંકવાદી અને પાકિસ્તાની કહે છે : ઊર્મિલા માતોન્ડકર
ADVERTISEMENT
ઊર્મિલા માતોન્ડકરનું કહેવું છે કે તેના હસબન્ડ મોહસીન અખ્તર મીરને લોકોએ આતંકવાદી અને પાકિસ્તાનીનું બિરુદ આપ્યું છે. તેનો હસબન્ડ કાશ્મીરી મુસ્લિમ છે. આ બન્નેએ ૨૦૧૬માં લગ્ન કરી લીધાં ત્યારથી જ ઊર્મિલા અને તેના હસબન્ડ પર વાર કરવામાં આવી રહ્યા છે. મોહસીન પર કરવામાં આવતા પ્રહારને લઈને ઊર્મિલાએ કહ્યું હતું કે ‘તેને આંતકવાદી, પાકિસ્તાની કહેવામાં આવતો હતો. બોલવાની પણ હદ હોય. લોકોએ મારા વિકીપિડીયા પેજ પર મારી મમ્મીનું નામ રૂખસાના અહમદ લખ્યું અને મારા પિતાનું નામ શિવિન્દ્ર સિંહ લખ્યું હતું. બે વ્યક્તિ ભારતમાં કોઈક તો ઠેકાણે રહે છે, પરંતુ મને એની જાણ નથી. મારા પિતાનું નામ શ્રીકાંત માતોન્ડકર છે અને મારી મમ્મીનું નામ સુનિતા માતોન્ડકર છે. મારો હસબન્ડ મુસ્લિમની સાથે જ કાશ્મીરી મુસ્લિમ છે. અમે એક બીજાના ધર્મનું પાલન કરીએ છીએ. આ જ બાબતને કારણે મને ટ્રોલ કરવાનો લોકોને મુદ્દો મળી ગયો. એથી સતત તેને અને તેની ફૅમિલીને નિશાન બનાવવામાં આવે છે, જે ખરેખર દુર્ભાગ્યની વાત છે.’

