વિભીષણની ભૂમિકામાં વિજય સેતુપતિ કદાચ જોવા મળશે
વિજય સેતુપતિ
નીતેશ તિવારીની ‘રામાયણ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ દેખાશે. હાલમાં જ જાણ થઈ હતી કે કૈકેયીના રોલમાં લારા દત્તા દેખાવાની છે. હવે વિભીષણના રોલને લઈને ચર્ચા ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે વિભીષણની ભૂમિકામાં વિજય સેતુપતિ કદાચ જોવા મળશે. આ રોલ માટે વિજય સેતુપતિ અને નીતેશ તિવારી વચ્ચે મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચે સ્ક્રિપ્ટ અને ‘રામાયણ’ને કેવી બનાવવી છે એ વિશે ચર્ચા થઈ હતી. નરેશન સાંભળીને વિજય મંત્રમુગ્ધ થયો હતો અને આ ફિલ્મમાં કામ કરવા માટે તેણે રસ દાખવ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે માર્ચમાં શરૂ થશે. જૂનમાં રાવણના રોલ માટે યશની એન્ટ્રી થશે. જુલાઈ સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે અને દોઢ વર્ષ આ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન પર ધ્યાન આપવામાં આવશે. આ ફિલ્મને ભવ્ય સ્તરે બનાવવામાં આવશે.