રણબીર-આલિયા અને કૅટરિના એક જ બિલ્ડિંગમાં રહેશે?
રણબીર-આલિયા અને કૅટરિના એક જ બિલ્ડિંગમાં રહેશે?
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન બાદ એ જ બિલ્ડિંગમાં રહેવાનું વિચારી રહ્યાં છે જ્યાં કૅટરિના કૈફ પણ ઘર જોઈ આવી છે. રણબીરે કહ્યું હતું કે લૉકડાઉન ન હોત તો તેમનાં લગ્ન થઈ ગયાં હોત. જોકે હવે તેઓ પણ જલદી જ લગ્ન કરશે એમાં બેમત નથી. આથી તેઓ હવે સાથે રહેવા માટે ઘર શોધી રહ્યાં છે. બાંદરા પાલી હિલમાં આવેલા જૉય લેજન્ડમાં તેમણે પૅન્ટ હાઉસ ફાઇનલ કર્યું હોવાની ચર્ચા છે. જોકે નીતુ કપૂર હજી પણ આ ઘરની કિંમતને લઈને નેગોશિયેશન કરી રહ્યાં હોવાની ચર્ચા છે. જોકે નવાઈની વાત એ છે કે આ જ બિલ્ડિંગમાં કૅટરિના પણ ઘર જોવા માટે આવી હતી. તેને પણ ઘર ગમ્યું હતું. જોકે રણબીર અને આલિયાના કારણે તે વિચાર બદલી કાઢે તો નવાઈ નહીં. બીજી તરફ એવી પણ વાત ચાલી હતી કે આ ઘર તેને ખૂબ જ મોંઘું લાગ્યું હોવાથી તેણે એ વિચાર માંડી વાળ્યો હતો.

