Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાહ‍્નવી, સારા અને અનન્યા દેખાશે નાનકડી ભૂમિકામાં?

‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાહ‍્નવી, સારા અને અનન્યા દેખાશે નાનકડી ભૂમિકામાં?

10 June, 2022 03:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણ જોહરની આગામી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાહ‍્નવી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાન્ડે નાનકડી ભૂમિકામાં જોવા મળે એવી શક્યતા છે.

જાહ‍્નવી, સારા અને અનન્યા

જાહ‍્નવી, સારા અને અનન્યા


કરણ જોહરની આગામી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાહ‍્નવી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાન્ડે નાનકડી ભૂમિકામાં જોવા મળે એવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે  આ ત્રણેય બ્યુટી એક સ્પેશ્યલ ડાન્સ નંબરમાં જોવા મળવાની છે. એવું પણ જાણવા મળ્યું છે કે ફિલ્મમાં આ ત્રણેય ઍક્ટ્રેસિસના કેટલાક સીન પણ હશે. આ ત્રણેય ફ્રેન્ડ્સ પહેલી વખત એકસાથે ફિલ્મમાં જોવા મળશે. જોકે મેકર્સ કે પછી ઍક્ટ્રેસિસ તરફથી એ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી મળી. હજી તો માત્ર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ જોવા મળશે. આ ફૅમિલી-રોમૅન્ટિક કૉમેડી આવતા વર્ષે ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2022 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK