સમન્થા માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ હેલ્થ પર ધ્યાન આપતાં પ્રોડ્યુસર્સના પૈસા રિટર્ન કર્યા હોવાની શક્યતા છે. તે માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે. એથી તે હજી એક વર્ષનો બ્રેક લેવાની છે. તે હાલમાં તો વિજય દેવરાકોન્ડા સાથે ‘કુશી’નું શૂટિંગ કરી રહી છે. એ ટૂંક સમયમાં પૂરું થવાનું છે. તે વરુણ ધવન સાથે ‘સિટાડેલ’માં પણ જોવા મળવાની છે. આ બન્ને પ્રોજેક્ટ પૂરા કર્યા બાદ તેણે આરામ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ પોતાની કન્ડિશન વિશે સમન્થાએ કહ્યું કે ‘ક્યારેક હું એકદમ ફૅટ દેખાઉં છું તો ક્યારેક હું બીમાર પડી જાઉં છું. હું કેવી દેખાઉં એના પર મારો કન્ટ્રોલ નથી રહેતો. એક ઍક્ટર માટે તેની આંખો ઇમોશન્સને વ્યક્ત કરવા માટેનું સચોટ માધ્યમ છે. દરરોજ સવારે જ્યારે હું જાગું છું તો મારી આંખોમાં સોય ભોંકાતી હોય એવુ દર્દ ઊપડે છે. લાઇટને સહન નથી કરી શકતી. હું સ્ટાઇલ માટે ગ્લાસિસ નથી પહેરતી. લાઇટને કારણે મારી આંખો પર અસર પડે છે. મને અતિશય માઇગ્રેન છે અને મને આંખોમાં પણ ખૂબ દર્દ થાય છે. પીડાને કારણે આંખો સૂઝી જાય છે. આવું છેલ્લા ૮ મહિનાથી થઈ રહ્યું છે. કોઈ ઍક્ટર માટે આ ખરેખર ખૂબ પીડાદાયક છે.’