સની દેઓલે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શૅર કર્યો છે જેમાં તે ઉદાસ દેખાઈ રહ્યો છે.
સની દેઓલ
સની દેઓલે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શૅર કર્યો છે જેમાં તે ઉદાસ દેખાઈ રહ્યો છે. આ ફોટો તેની આગામી ફિલ્મ ‘સૂર્યા’નો લુક છે અને એમાં તે ખૂબ ગંભીર દેખાઈ
રહ્યો છે. આ ફિલ્મ મલયાલમ
ક્રાઇમ-થ્રિલર ‘જોસેફ’ની હિન્દી રીમેક છે. સની દેઓલ એનું શૂટિંગ હાલમાં જયપુરમાં કરી રહ્યો છે. ‘સૂર્યા’ના લુકમાં સનીના ચહેરા પર દાઢી વધી ગઈ છે અને તે સિમ્પલ કપડાંમાં સીડી પર બેઠેલો દેખાય છે. આ ફિલ્મને ‘જોસેફ’નો ડિરેક્ટર એમ. પદ્મકુમાર ડિરેક્ટ કરી રહ્યો છે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સની દેઓલે કૅપ્શન આપી હતી, ‘તેની પાસે તમામ ખુશીઓ હતી પરંતુ લાઇફમાં એવો તો વળાંક આવ્યો કે તેની ખુશીઓ તેનાથી દૂર થઈ ગઈ. એથી તેનામાં માત્ર નફરત, ગુસ્સો અને વેરની લાગણી જ બાકી રહી ગઈ. જોકે સૂર્યાને તેનું લક્ષ્ય મળી ગયું.’