જોકે એ પહેલાં આ બન્ને પોતાના રિલેશનને સીક્રેટ રાખવા માગતાં હતાં. પોતાના રિલેશન વિશે કિયારાએ કહ્યું કે ‘લગ્ન પહેલાં અમે અમારા રિલેશનને પ્રોટેક્ટ કરવા માગતાં હતાં.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે જ ભવ્યતાથી લગ્ન કરી લીધાં છે. જોકે એ પહેલાં આ બન્ને પોતાના રિલેશનને સીક્રેટ રાખવા માગતાં હતાં. પોતાના રિલેશન વિશે કિયારાએ કહ્યું કે ‘લગ્ન પહેલાં અમે અમારા રિલેશનને પ્રોટેક્ટ કરવા માગતાં હતાં. અમે જાતમહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. અમે નહોતાં ચાહતાં કે લોકોનું ધ્યાન અમારા કામ પરથી હટીને અમારી પર્સનલ લાઇફ પર જાય. અમારો સંગાથ સુંદર છે. અમે એને બધા સાથે શૅર કરવા માગીએ છીએ. અમે પબ્લિક ફિગર છીએ. એથી લોકોમાં અમારા વિશે જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે. એ સારું પણ લાગે છે.’

