. આ ફિલ્મમાં તેની સાથે નિકી તંબોલી પણ છે
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તે સુપરસ્ટાર બનવા કરતાં પોતાની જાતને શૂટ કરવાનું પસંદ કરશે. તેની ‘જોગીરા સારા રા રા’ આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે નિકી તંબોલી પણ છે. એનું ટ્રેલર ગઈ કાલે જ લૉન્ચ કરવામાં આવ્યું હતું. સતત શીખતા રહેવા વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યુ કે ‘તમે દરરોજ શીખતા રહો છો. નવા એક્સ્પીરિયન્સને કારણે તમારી ઍક્ટિંગમાં સુધારો જોવા મળે છે. હું ૨૦ વર્ષ પહેલાં જે રીતે ઍક્ટિંગ કરતો એ હું આજે નહીં કરી શકું, કારણ કે મારી પાસે આજે આટલાં વર્ષનો અનુભવ છે. એક્સ્પીરિયન્સ સાથે સતત પોતાનો વિકાસ કરવો જરૂરી છે. આ સાથે જ તમારી ઍક્ટિંગમાં પણ બદલાવ જોવા મળે છે. હું ઍક્ટર તરીકે એક જ જગ્યાએ નહીં રોકાઈ શકું. જો કોઈ મને કહે કે તેઓ મને સુપરસ્ટાર બની દેશે, પરંતુ મારે એક જ પ્રકારના રોલ કરતા રહેવું પડશે તો હું પોતાને શૂટ કરી દઈશ. હું બહુ જલદી કંટાળી જઈશ અને આ ફીલ્ડ છોડીને અન્ય ફીલ્ડમાં જતી રહીશ.’