આ સિરીઝને આગળ લઈ જનાર શિરાઝ અહમદે ત્રણે ફિલ્મમાં કામ કર્યું છે અને તે હવે ચોથી ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો છે. રમેશ તૌરાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં કોણ કામ કરશે એ હજી સુધી નક્કી નથી.
‘રેસ 4’માં સલમાન અને સૈફમાંથી કોણ દેખાશે?
‘રેસ 4’માં સલમાન ખાન અને સૈફ અલી ખાનમાંથી કોણ દેખાશે એની ચર્ચા હાલમાં ચાલી રહી છે. પહેલી બે ફિલ્મમાં સૈફ અલી ખાને કામ કર્યું હતું અને ‘રેસ 3’માં સલમાને કામ કર્યું હતું.
જોકે ‘રેસ 3’ ખૂબ જ ગંદી રીતે બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી જેને રેમો ડિસોઝાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બાદ એની સીક્વલ ફરી બનાવવામાં આવશે કે કેમ એ સવાલ હતો. આ સિરીઝને આગળ લઈ જનાર શિરાઝ અહમદે ત્રણે ફિલ્મમાં કામ કર્યું છે અને તે હવે ચોથી ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો છે. રમેશ તૌરાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં કોણ કામ કરશે એ હજી સુધી નક્કી નથી. સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ એમાં કોને પસંદ કરવામાં આવશે એ નક્કી કરવામાં આવશે. જોકે આ માટે સલમાન અને સૈફનાં નામ ચર્ચામાં છે. એ નક્કી થયા બાદ આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવશે. જોકે અંતે એ કોરોનાની પરિસ્થિતિ કેવી છે એના પર ડિપેન્ડ કરશે.