આ પોસ્ટ પછી ઇન્ટરનેટ પર ચર્ચા એ વાતની શરૂ થઈ છે કે અમિતાભ બચ્ચન ગુસ્સામાં ચૂપ રહેવાનું કોને કહી રહ્યા છે.
વાયરલ પોસ્ટમાંથી સ્ક્રીન શૉટ
અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અમિતાભ બચ્ચને ગઈ કાલે રાત્રે ૧.૪૨ વાગ્યે એક શબ્દ અને એક ઇમોજી મૂકીને ધમાલ મચાવી દીધી છે. અમિતાભે જે શબ્દ લખ્યો છે એ છે ‘ચુપ’ અને ઇમોજી છે ગુસ્સાવાળું.
આ પોસ્ટ પછી ઇન્ટરનેટ પર ચર્ચા એ વાતની શરૂ થઈ છે કે અમિતાભ બચ્ચન ગુસ્સામાં ચૂપ રહેવાનું કોને કહી રહ્યા છે. આ ચર્ચામાં બધા પોતપોતાના તર્ક પણ લડાવી રહ્યા છે. કોઈનું માનવું છે કે અભિષેક અને ઐશ્વર્યાના ડિવૉર્સની વાતો કરનારા લોકોને બિગ બી ચૂપ રહેવાનું કહી રહ્યા છે તો કોઈએ એવી મસ્તી કરી છે કે જયા બચ્ચન જે રીતે મીડિયા સાથે વર્તે છે એને કારણે તેઓ પત્નીને ચૂપ કરાવી રહ્યા છે. એક જણે તો એમ કહીને ફીરકી લીધી કે પત્નીઓં કો કૌન ચુપ કરા સકતા હૈ બચ્ચનસાબ, સો જાઈએ. કેટલાક લોકોએ તો એવો પણ વ્યંગ કર્યો છે કે ૨૦૧૪થી (એટલે કે મોદી સરકાર આવ્યા પછી) તમે ચૂપ જ તો છો, હવે સરકારને સવાલ નથી કરતા અને મોંઘવારી પર નથી બોલતા.