વિકી હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ 14’નું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો.
વિકી કૌશલ
વિકી કૌશલનું કહેવું છે કે તેને એક ખૂબ જ સુંદર પ્રૉબ્લેમ છે. વિકી હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ 14’નું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. આ શોમાં વિકીએ તેના બ્યુટિફુલ પ્રૉબ્લેમ વિશે વાત કરી હતી. આ વિશે વાત કરતાં અમિતાભ બચ્ચનને વિકી કૌશલે કહ્યું હતું કે ‘સર, મને એક ખૂબ જ ખૂબસુરત પ્રૉબ્લેમ છે. મારું વજન નથી વધતું સર. હું બર્ગર પીત્ઝા ખાઈને પણ વજન ઘટાડી શકું છું.’વજન વધારવા માટે શું કરે છે એ વિશે બિગ બીએ પૂછતાં વિકીએ કહ્યું કે ‘સર, મારે ખૂબ જ બોરિંગ ખાવાનું ખાવું પડે છે. જેમ કે ગ્રિલ કરેલું હોય એવું. લોકો વજન ઘટાડવા માટે જિમમાં જાય છે, મારે વધારવા માટે જવું પડે છે.’