જો તે સમયની વાત કરીએ કરીએ તો, મને નથી લાગતું કે જો મેં તેને માર માર્યો હોત તો તે બચી શકત.. આવું સલમાન ખાન(Salman Khan)એ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન
સલમાન ખાન(Salman Khan)તેની ફિલ્મો કરતાં વધુ તેની લવ લાઈફ માટે ચર્ચામાં રહે છે. પોતાના ફિલ્મી કરિયરમાં સલમાનનું નામ ઘણી હિરોઈન સાથે જોડાયું હતું. ખાસ કરીને ઐશ્વર્યા રાય (Salman Khan Relation With Aishwarya Rai)સાથેના તેમના સંબંધો સૌથી વધુ લાઈમલાઈટમાં રહ્યા હતા. ઐશ્વર્યા અને સલમાનની લવસ્ટોરીના કિસ્સા આજે પણ ફેમસ છે. સલમાન અને ઐશ્વર્યા ફિલ્મ `હમ દિલ દે ચૂકે સનમ` (Hun dil de chuke sanam)ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. આ પછી બંનેની લવસ્ટોરી શરૂ થઈ. જો કે આ લવ સ્ટોરીનો અંત ખૂબ જ દુઃખદ હતો. ઐશ્વર્યાએ સલમાન પર તેને હેરાન કરવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
2002માં, ઐશ્વર્યાએ બોમ્બે ટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, "મેં તેની નશામાં ધૂત વ્યભિચારને સૌથી ખરાબ રીતે સહન કર્યો અને બદલામાં મારી સાથે શારીરિક, મૌખિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તેમની બેવફાઈ અને અપમાનનો ભોગ બનવું પડ્યું, માટે જ મેંકોઈપણ અન્ય સ્વાભિમાની સ્ત્રીની જેમ તેની સાથે સંબંધનો અંત આણ્યો." તે જ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ઐશ્વર્યાના આ આરોપોનો જવાબ આપતા જોવા મળી રહ્યા છે. સલમાને આ ઈન્ટરવ્યુ NDTVને આપ્યો હતો. જેમાં તેમણે આ આરોપો અંગે પોતાની પ્રતિક્રિયા હતી.
ADVERTISEMENT
ઐશ્વર્યાનું નામ લીધા વિના સલમાને કહ્યું હતું કે "અબ મહિલા ને કહા હૈ તો મેરે પાસ ક્યા કહેને કો હૈ". અને જ્યારે પત્રકારે સલમાનને પૂછ્યું કે શું તમે તેમાં પડવા નથી માંગતા, તો સલમાને કહ્યું, "જો હું કોઈને માર મારુ તો દેખીતી રીતે લડાઈ થાય. હું વધારે ગુસ્સે થઈ જાવ, અને પછી તે સમયે ખૂબ વધારે મારીએ. જો તે સમયની વાત કરીએ કરીએ તો, મને નથી લાગતું કે જો મેં તેને માર માર્યો હોત તો તે બચી શકત.`