શાહરુખ જ્યારે ૫૦ વર્ષનો થયો હતો ત્યારે રિતુરાજે કહ્યું હતું કે તે શાહરુખને કારણે ઍક્ટિંગમાં આવ્યો હતો.
શાહ રૂખ ખાન , સ્વ.રિતુરાજ સિંહ
રિતુરાજ સિંહનું કહેવું હતું કે તે શાહરુખ ખાનના કહેવાથી ઍક્ટર બન્યો હતો. શાહરુખ જ્યારે ૫૦ વર્ષનો થયો હતો ત્યારે રિતુરાજે કહ્યું હતું કે તે શાહરુખને કારણે ઍક્ટિંગમાં આવ્યો હતો. શાહરુખ અને રિતુરાજ વચ્ચે એક વસ્તુ કૉમન હતી અને એ છે કે બેરી જૉનનું ટૅગ (થિયેટર ઍક્શન ગ્રુપ). શાહરુખ વિશે રિતુરાજે કહ્યું હતું કે ‘તે મને હગ કરતો અને લોકોની સામે મને તેના સૌથી જૂના દોસ્ત તરીકે ઇન્ટ્રોડ્યુસ કરતો હતો. તે મને તેની વૅનિટી વૅનમાં ઇન્વાઇટ કરતો અને અમે સાથે સ્મોક કરતા હતા. અમે લાઇફ વિશેની ઘણી વાતોની ચર્ચા કરતા હતા. અમારા થિયેટરના દિવસોમાં અમારી પાસેની રોજિંદી લાઇફમાં ઘણુંબધું હતું. અમે સાથે રિહર્સલ કરતા અને ફુટબૉલ રમતા હતા. તેને એક એવી ફીલિંગ હતી કે ઍક્ટિંગ જ તેની લાઇફ છે અને ભગવાનની કૃપા કે એવું જ થયું. જો એ ન થયું હોત તો આજે તે જે સ્ટાર છે એ ન બની શક્યો હોત. અમારું બૉડી સ્ટ્રક્ચર એક હોવાથી અમને એકમેકનાં કપડાં પણ આવી જતાં હતાં. અમે ખૂબ જ સારા ફ્રેન્ડ હતા અને એ મારી લાઇફમાં ખૂબ જ સારા દિવસો હતા. તેના કહેવાથી જ હું મુંબઈ આવીને ઍક્ટિંગમાં આવ્યો હતો. તે દિલ્હી આવતો અને મને કહેતો કે તું અહીં શું કરી રહ્યો છે? ચાલ મુંબઈ. તું ખૂબ જ સારો ઍક્ટર છે. મેં કોઈ દિવસ શાહરુખને કામ માટે નથી કહ્યું જેમ અન્ય લોકો તેને કહે છે અને ફેવર માગે છે. ખબર નહીં, પરંતુ મને એ વાતની ખાતરી છે કે જો હું કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં હોઈશ તો શાહરુખ પહેલો એવો માણસ હશે જે મારી પડખે ઊભો રહેશે.’