મા બનતા પહેલા અનુષ્કાએ મૂકી હતી આ શરત, હવે કોહલીના જીવનમાં થશે આ ફેરફાર
તસવીર સૌજન્ય મિડ-ડે
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીના ઘરે નાની બાળકીનો જન્મ થયો છે. તેની પત્ની અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. આની માહિતી કૅપ્ટને પોતે ટ્વીટ કરીને આપી છે. આની સાથે જ તેણે ખૂબ જ સુંદર પ્રેમાળ સંદેશ પણ લખ્યો છે. તેણે કહ્યું કે અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે અંતઃકરણપૂર્વક આભારી છીએ.
અનુષ્કાએ પ્રેગ્નેન્સી પહેલા જ જણાવ્યું હતું કે તે પોતાના બાળકોને સામાન્ય બાળકોની જેમ મોટા કરવા માગે છે. તે નથી ઇચ્છતી કે તેના કામની અસર તેના બાળકો પર પડે. જો કે, આ નિર્ણય વિરાટ અને અનુષ્કા બન્નેએ સાથે મળીને લીધો હશે. બન્ને નથી ઇચ્છતા કે તેમનું બાળક સેલિબ્રિટી કિડ તરીકે મોટું થાય. તો કોહલીએ પણ બાળકને લઈને એવું જ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે તેણે અનુષ્કા પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં મેં અનુષ્કા સાથે ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર અનુભવ્યા છે. જે હું પહેલા ક્યારેય નહોતો. તે ખૂબ જ ધાર્મિક છે અને મારામાં ઘણાં પૉઝિટીવ ફેરફાર આવ્યા છે. મને ખબર છે કે હંમેશાં આવું નહીં રહે. એક દિવસ આ પણ બદલાઇ જશે. મારું પણ પોતાનું જીવન છે, પોતાનો પરિવાર છે. મારા પોતાના બાળકો થશે."
વિરાટે આગળ કહ્યું હતું, "તેમને મારી સાથે સમય પસાર કરવાનો હક હશે. પણ આ પહેલા એક વાતમાં જરૂર સ્પષ્ટ કરવા માગીશ. હું ઇચ્છું છું કે પોતાના કરિયર સાથે જોડાયેલી વાતો ઘરે ન હોય. મારી ટ્રૉફીઓ, મારી ઉપલબ્ધિઓ કંઇ પણ મારા ઘરે ન હોય. મારી ટ્રોફિઓ, મારી ઉપલબ્ધિઓ કંઇપણ મારા ઘરે ન હોય. હું ઇચ્છું છું કે જ્યારે મારા બાળકો મોટા થાય તો તેમને સેલિબ્રિટીના ઘર જેવો અનુભવ ન થાય અને આ નિર્ણ મેં અને અનુષ્કાએ સાથે મળીને લીધો છે."

