ઝૈદ દરબારે ગૌહર ખાન સાથે લગ્ન કરવા માટે એક શરત મૂકી હતી.
ઝૈદ દરબાર અને ગૌહર ખાન
ઝૈદ દરબારે ગૌહર ખાન સાથે લગ્ન કરવા માટે એક શરત મૂકી હતી. એ શરત મુજબ ગૌહરે લગ્ન વખતે હાથમાં મેંદી લગાવવાની રહેશે. ગયા વર્ષે ૨૫ ડિસેમ્બરે બન્નેએ લગ્ન કર્યાં હતાં. લગ્ન માટે રાખેલી શરત વિશે ગૌહર ખાને કહ્યું હતું કે ‘ઝૈદે મને કહ્યું હતું કે હું તારી સાથે દરેક રીતે સમાધાન કરવા તૈયાર છું. તારા કામના શેડ્યુલથી પણ મને કોઈ વાંધો નથી, પરંતુ જો લગ્ન વખતે તું મેંદી નહીં મુકાવે તો આપણાં લગ્ન શક્ય નથી (શૂટિંગના કમિટમેન્ટ માટે ગૌહર મેંદી મૂકવા નહોતી માગતી). હું શૂટિંગ પર જતી ત્યારે ઝૈદ મને સેટ પર મૂકવા આવતો, કારણ કે હું નવપરિણીત હતી. ખરું કહું તો ‘૧૪ ફેરે’માં મારા હાથમાં જે મેંદી છે એ મારાં લગ્ન વખતની છે. મને જાણ નથી કે કેટલી સુંદર રીતે અલ્લાહે આ બધું મારા માટે ઘડી રાખ્યું છે. આ ફિલ્મમાં મારા બધા સીન્સ લગ્ન પછીના છે.’