આ ફિલ્મને તેમની સાથે રિતેશ સિધવાણી પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી ત્રણ મહિલાઓની રોડ ટ્રિપની છે.
પ્રિયંકા ચોપડા જોનસ, કૅટરિના કૈફ અને આલિયા ભટ્ટ
પ્રિયંકા ચોપડા જોનસ, કૅટરિના કૈફ અને આલિયા ભટ્ટની ‘જી લે ઝરા’ કેમ લેટ થઈ રહી છે એનું કારણ અલગ જ છે. આ ફિલ્મને ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગતી ડિરેક્ટ કરવાનાં છે. આ ફિલ્મને તેમની સાથે રિતેશ સિધવાણી પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી ત્રણ મહિલાઓની રોડ ટ્રિપની છે. આ ફિલ્મની જાહેરાત કર્યાને ઘણો સમય થઈ ગયો છે અને એને ઘણી ડિલે કરવામાં આવી છે. આ ફિલ્મને પ્રિયંકાએ છોડી દીધી હોવાની ચર્ચા છે, કારણ કે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ નહોતી પડી એવું કહેવામાં આવી રહ્યું હતું. જોકે એ વાતમાં કોઈ સત્ય નથી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રિયંકાને ન ગમી હોય એવું શક્ય નથી, કારણ કે ફરહાને હજી સુધી સ્ક્રિપ્ટનું નરેશન કોઈને નથી કર્યું તેમ જ તારીખો ન હોવાથી પણ ફિલ્મ લંબાઈ રહી છે એવું પણ નથી. સચ્ચાઈ એ છે કે આ ફીમેલ ફિલ્મ હોવાથી એને માટે મેલ ઐૅક્ટર્સ ફાઇનલ નથી થઈ રહ્યા. ફરહાનને જ્યારે મેલ ઍક્ટર્સ મળી જશે ત્યારે એ બધાને સાથે સ્ક્રિપ્ટનું નરેશન કરવાનો છે. આથી આ ફિલ્મ માટે ઍક્ટર્સની રાહ જોવાઈ રહી છે તેમ જ આલિયા, કૅટરિના અને પ્રિયંકા એમાંથી એક પણ આ ફિલ્મ માટે ના પાડે તો ફરહાન આ ફિલ્મ નહીં બનાવે, કારણ કે તેણે આ ફિલ્મ આ ત્રણેયને ધ્યાનમાં રાખીને જ બનાવી છે.