Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરને કઈ વાતનો ડર સતાવે છે?

રણબીર કપૂરને કઈ વાતનો ડર સતાવે છે?

Published : 11 December, 2022 12:38 PM | Modified : 11 December, 2022 01:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે જે વાત તેમને સતાવી રહી છે એ વિશે રણબીરે કહ્યું કે ‘મારી સૌથી મોટી ઇનસિક્યૉરિટી એ છે`

રણબીર કપૂરને કઈ વાતનો ડર સતાવે છે?

રણબીર કપૂરને કઈ વાતનો ડર સતાવે છે?


રણબીર કપૂરે જણાવ્યું કે તેને એક વાતનો ડર સતાવી રહ્યો છે. રણબીર અને આલિયા ભટ્ટે આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં. ૬ નવેમ્બરે આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ દાદી નીતુ કપૂરે રાહા રાખ્યું છે. હવે જે વાત તેમને સતાવી રહી છે એ વિશે રણબીરે કહ્યું કે ‘મારી સૌથી મોટી ઇનસિક્યૉરિટી એ છે કે જ્યારે મારાં બાળકો ૨૦ અને ૨૧ વર્ષનાં થશે ત્યારે હું ૬૦ વર્ષનો હોઈશ. શું એ વખતે હું તેમની સાથે ફુટબૉલ રમી શકીશ? શું હું તેમની સાથે દોડી શકીશ? અમારી લાઇફનો આ ખૂબ સુંદર તબક્કો છે. થોડાં વર્ષો અગાઉ અમે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હતાં અને એમાંથી અમે હસબન્ડ-વાઇફ બન્યાં અને હવે પેરન્ટ્સ પણ બની ગયાં છીએ. અમે ચર્ચા કરી રહ્યાં હતાં કે અમને દીકરી છે. એ વસ્તુ મને હજી પણ ચોંકાવી દે છે. મને દીકરી છે એ બાબત જ મારા દિમાગમાં સિતારાઓની જેમ ચમકી ઊઠે છે.’


સાથે જ તેઓ પોતાની દીકરીને કેવી રીતે સમય આપશે એ પણ તેમણે નક્કી કરી રાખ્યું છે. એ​ વિશે રણબીરે કહ્યું કે ‘કામની વાત કરું તો હું અને આલિયા સમયની ખૂબ કદર કરીએ છીએ. હું વધારે કામ નથી કરતો. હું લગભગ ૧૮૦થી ૨૦૦ દિવસ કામ કરું છું. આલિયા ખૂબ કામ કરે છે અને તે મારા કરતાં ખૂબ બિઝી રહે છે, પરંતુ અમે બૅલૅન્સ કરી લઈશું. તે જ્યારે કામ પર જશે ત્યારે હું બ્રેક લઈશ. હું જ્યારે કામ કરીશ ત્યારે તે બ્રેક લેશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK