શિલ્પા શેટ્ટી ધુળેટીની રાહ શું કામ જુએ છે?
શિલ્પા શેટ્ટી ધુળેટીની રાહ શું કામ જુએ છે?
સોની ટીવીના રિયલિટી શો ‘સુપર ડાન્સર’ની ચોથી સીઝનની અનાઉન્સમેન્ટ થયા પછી શિલ્પા શેટ્ટીથી હવે રાહ નથી જોવાતી. શિલ્પા આ શોની જજ છે તો તેની સાથે કોરિયોગ્રાફર ગીતામા અને ડિરેક્ટર અનુરાગ બાસુ પણ શોમાં જજ છે. ‘સુપર ડાન્સર’ની ચોથી સીઝન ધુળેટીના દિવસોમાં એટલે કે ૨૭ માર્ચથી શરૂ થશે. શિલ્પા શેટ્ટી કહે છે, ‘મારે માટે આ એક્સાઇટમેન્ટ કાબૂમાં ન રહે એવું છે. દરેક સીઝન વખતે મને એવું જ થતું હોય છે. સીઝન પૂરી થાય ત્યારથી હું નવી સીઝનની રાહ જોવા માંડું છું. આ સીઝનની ખાસિયત એ છે કે એને માટે ચૅનલે સાવ જ અંતરિયાળ ગામડાઓમાંથી કન્ટેસ્ટન્ટ શોધવાનું કામ કર્યું છે.’
શિલ્પા શેટ્ટીના આ શોનો તકિયાકલામ ‘સુપર સે ઉપર’ બહુ પૉપ્યુલર થયો છે અને મોટા ભાગના લોકો એ બોલતા રહે છે. ગયા વર્ષે ‘સુપર ડાન્સર’ની ત્રીજી સીઝન ચાલતી હતી એ જ દરમ્યાન લૉકડાઉન આવતાં આખી સીઝન ડિસ્ટર્બ થઈ હતી.

