‘બાલાજી ટેલિફિલ્મ્સના એક્સ સીઓઓ છેલ્લા ત્રણ મહિનાથી નૈરોબીથી મિસિંગ છે, એથી હું મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ અને કેન્યા રેડ ક્રૉસને વિનંતી કરું છું કે તેઓ આ દિશામાં ધ્યાન આપે.’
કેન્યાના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીને શું વિનંતી કરી એકતા કપૂરે?
બાલાજી ટેલિફિલ્મ્સના એક્સ સીઓઓ ઝુલ્ફીકાર અહમદ ખાનને શોધવાની વિનંતી એકતા કપૂરે કેન્યાના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીને કરી છે. ઝુલ્ફીકાર ત્રણ મહિનાથી નૈરોબી ગયો છે અને તે ગુમ છે. તે જ્યારથી ત્યાં ગયો છે ત્યારથી તે મિસિંગ છે. તેની હજી સુધી કોઈ ભાળ નથી મળી. આ જ કારણ છે કે એકતાએ ત્યાંની સરકારને આ દિશામાં તપાસ કરવાની અપીલ કરી છે. ઝુલ્ફીકારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી હતી, ‘બાલાજી ટેલિફિલ્મ્સના એક્સ સીઓઓ છેલ્લા ત્રણ મહિનાથી નૈરોબીથી મિસિંગ છે, એથી હું મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ અને કેન્યા રેડ ક્રૉસને વિનંતી કરું છું કે તેઓ આ દિશામાં ધ્યાન આપે.’