સારા હાલમાં તેની આગામી ફિલ્મ ‘ગૅસલાઇટ’ના પ્રમોશનમાં બિઝી છે
સારા અલી ખાન
સારા અલી ખાને જણાવ્યું છે કે તેના પેરન્ટ્સ સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહ તેને હંમેશાં એક સલાહ આજે પણ આપતાં આવ્યાં છે. સારા હાલમાં તેની આગામી ફિલ્મ ‘ગૅસલાઇટ’ના પ્રમોશનમાં બિઝી છે. ૩૧ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ પણ લીડ રોલમાં છે. પેરન્ટ્સની સલાહ વિશે સારાએ કહ્યું કે ‘મારા પેરન્ટ્સ મને એક સલાહ આપતા આવ્યા છે અને આજે પણ એ સલાહ આપે છે કે એક ઍક્ટર તરીકે હું જ્યારે પણ સ્ક્રિપ્ટ વાંચું ત્યારે મારી અંદરથી એક અવાજ આવવો જોઈએ અને અન્ય વસ્તુઓ કરતાં મારે એના પર ભરોસો કરવો જોઈએ.’
પોતાના કામથી તે સંતુષ્ટ છે એ વિશે સારાએ કહ્યું કે ‘હું આજે જે પણ કામ કરી રહી છું એના પર મને ગર્વ છે. હું ૧૦૦ ટકા સંતુષ્ટિ અનુભવું છું. હું એવા લોકોની આસપાસ રહેવા માગું છું જેમની પાસેથી મને કશુંક શીખવા મળે, હું દરરોજ આગળ વધવા માગું છું. હું વધુ ને વધુ એક્સપ્લોર કરવા માગું છું. હું એવું માનું છું કે મારે એવી રીતે શીખવું છે જાણે મેં હજી નવી શરૂઆત કરી હોય અને મારે ખૂબ આગળ જવું છે.’

