બૉલિવૂડ એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થઈ ગયું છે. તેમની ઊંમર માત્ર 50 વર્ષની હતી. તેમણે લગભગ 150 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ટીવી જગતમાં પણ અલગ-અલગ પાત્રો ભજવીને દર્શકોને એન્ટરટેઈન કર્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
બૉલિવૂડ (Bollywood) એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થઈ ગયું છે. તેમની ઊંમર માત્ર 50 વર્ષની હતી. તેમણે લગભગ 150 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ટીવી જગતમાં પણ અલગ-અલગ પાત્રો ભજવીને દર્શકોને એન્ટરટેઈન કર્યા હતા. જાવેદ ખાનને શ્વાસ લેવામાં તકલીફ હતી અને છેલ્લા એક વર્ષથી તેઓ પથારીવશ હતા. તેમને સૂર્યા નર્સિંગ હોમ, સાંતાક્રુઝમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના બંને ફેફસા ફેલ થઈ ગયા હતા. આજે સાંજે 6.30 કલાકે ઓશિવારા કબ્રસ્તાનમાં સુપુરદે-એ-ખાક વિધિ કરવામાં આવશે. તેમના જવાથી સિનેમા જગતમાં શોકની લહેર છે.
જાવેદ ખાન અમરોહીને વર્ષ 2001માં આવેલી ફિલ્મ `લગાન`માં બેસ્ટ રોલ માટે એકેડમી અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતા. આ સિવાય તેઓ `અંદાજ અપના અપના` અને `ચક દે ઈન્ડિયા`માં પણ અભિનય માટે ખૂબ જ લોકપ્રિય થયા હતા. જાવેદ ખાને ટીવી સીરિયલ `મિર્ઝા ગાલિબ`માં પણ કામ કર્યું હતું. જાવેદ ખાન અમરોહીએ જી ઈન્સ્ટીટ્યૂટ ઑફ મીડિયા આર્ટ્સમાં એક્ટિંગ ફેકલ્ટી તરીકે પણ કામ કર્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો : શાહરુખની ‘ડંકી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ચાહર ચૌધરી?
જાવેદ ખાન અમરોહીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે બૉલિવૂડમાં સપૉર્ટિં રોલ સિવાય કેમિયો પણ કર્યા હતા. લગભગ 150 જેટલી હિન્દી ફિલ્મોમાં તેમણે અલગ-અલગ પાત્રો દ્વારા દર્શકો પર પોતાની એક આગવી છાપ મૂકી હતી. તેમણે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સ્ટારર ફિલ્મ `ફિર હેરા ફેરી`માં પોલીસ કૉન્સ્ટેબલનું પાત્ર પણ ભજવીને લોકોને હસાવ્યા હતા.